કાંકરેજના લક્ષ્મીપુરા અને અરણીવાડા ગામેથી ૧૪ જુગારીઓ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ શિહોરી : શિહોરી પો.સબ.ઇન્સ એસ.વી.આહિર તથા હે.કો. હરદાસભાઇ ભારમોલભાઇ તથા પો.કોન્સ. શૈલેષકુમાર ગણપત ભાઇ તથા પો.કોન્સ. આબાદ ખાન ઇનાયતખાન તથા પો.કોન્સ. જગુભા રણછોડજી તથા પો.કોન્સ. રમેશભાઇ રૂપાભાઇ તથા ગોબરભાઇ ડામરાભાઇ તથા પો.કો.સંજયકુમાર બાબુલાલ પો.સબ.ઇન્સ. શિહોરી પો.સ્ટે. નાઓની બાતમી હકીકત આધારે લક્ષ્મીપુરા ગામે જુગારની રેઇડ કરતા કાળકા માતાજીના મંદિર સામે આવેલ પીપળાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા ભાવસંગજી ગણેશજી ઠાકોર મુળ રહે.મોટા જામપુર તા.કાંકરેજ, રમેશજી ભુદરજી ઠાકોર, અણદાજી લેબુજી ઠાકોર, સોરાબજી અમરતજી ઠાકોર, કનુભાઇ કરશનદાસ નાયક, બળવંતજી અમરતજી ઠાકોર તમામ રહે.લક્ષ્મીપુરા તા.કાંકરેજ વાળાઓને પકડી પાડેલ તથા જોરાજી પાંચાજી ઠાકોર, જયરામ જોરાજી ઠાકોર બંન્ને રહે.લક્ષ્મીપુરા તા.કાંકરેજ વાળાઓ નાશી ગયેલ આમ પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રકમ રૂ.૧૦૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે અરણીવાડા ગામે પરમારવાસમાં રહેતા બચુભાઇ રણછોડભાઇ પરમાર પોતાના રહેણાંક કબજા ભોગવટાના ઘરની ઓસરીમાં માણસો ભેગા કરી ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા હોઇ રેઇડ કરતા બચુભાઇ રણછોડભાઇ પરમાર, વિપુલભાઇ દાંનાભાઇ પરમાર, કાળાભાઇ ભીખાભાઇ પરમાર, દશરથભાઇ કરશનભાઇ પરમાર, ગણપતજી હમીરજી સોલંકી, દિનેશભાઇ કચરાભાઇ પરમાર તમામ રહે.અરણીવાડા તા.કાંકરેજ વાળાઓને રોકડ રકમ રૂ.૧૦૭૮૦ તથા મોબાઇલ નંગ-૦૫ કી.રૂ.૫,૦૦૦ મળી કીં.રૂ.૧૫૭૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે જુગારધારા ક.૧૨ મુજબ તથા જુગાર ધારા ક.૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.