દિયોદરમાં વરસાદ બાદ ઓવરબ્રિજની બંને બાજુ ટ્રક-બસ ફસાતાં મુશ્કેલી

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર પંથકમાં ગઇકાલે મોડીરાત્રે આવેલા વરસાદને લઇ અનેક સમસ્યાઓ સર્જાઇ છે. દિયોદરમાં હાલ ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ તેની બંને બાજુ વરસાદી પાણી ભરાઇ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારના સમયે એક બસ, ટ્રક અને કાર સર્વિસ રોડ પાસે માટીમાં ફસાઇ ગઇ હતી. આ સાથે વરસાદ બાદ સર્જાયેલી મુશ્કેલીથી સર્વિસ રોડ અને ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના દ્રશ્યો સર્જાતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં ગઇકાલે વરસાદ આવ્યા બાદ ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી હતી. જે બાદમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ઓવરબ્રિજની બંને બાજુ વાહનોની લાંબો કતારો લાગી હતી. આ તરફ એક બસ, ટ્રક અને કાર સર્વિસ રોડની સાઇડમાં ગટર પાસે ફસાઇ ગઇ હતી. ત્રણેય વાહનોના ટાયર માટીમાં ગરકાવ થઇ જતાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ઘટનાને લઇ સ્થાનિકો દ્રારા વાહનોને બહાર કાઢવા કવાયત શરૂ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.