અંબાજીથી નડાબેટ સુધી ૧૫૫૧ ફૂટ લાંબા તિંરગા ધ્વજ સાથે તિરંગા યાત્રાનો શુભારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) અંબાજી, યાત્રાધામ અંબાજીથી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવી સાથે ગુજરાત સરકારના રાજ્યમંત્રી કીર્તીસિહ વાઘેલા, સાંસદ પરબતભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર,જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ પુર્વ ઘારાસભ્યો સહીત બનાસકાંઠા જિલ્લાના ભાજપા પદાધિકારીઓ, જિલ્લા તાલુકા અને શહેરના તમામ મોરચા અને વિવિધ સેલના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મોટી જનમેદની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતે થી ૧૫૫૧ ફૂટ લાંબા તિંરગા ધ્વજની ભવ્યાતિ ભવ્ય તિરંગાયાત્રાનો પ્રારંભ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા જાેકે આ પાલનપુર તેમજ વડગામ તાલુકાના નિયત રૂટ ના ગામોમાં આવી પહોંચતા ગ્રામજનો દ્રારા પુષ્પ વર્ષા કરીને તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પાલનપુરમાં નવા ગંજ, ગલબા કાકાના સ્ટેચ્યુ પાસે, ગઠામણ દરવાજા, દિલ્હીગેટ,સિમલાગેટ,કીર્તિસ્તંભ, ગુરુનાનક ચોક થઇ નવા બસ સ્ટોપ સહિતના વિસ્તારોના સ્વાગત કરાયું હતુ અને યાત્રા જગાણા ખાતે રાત્રી રોકાણ કરી આગળ પ્રસ્થાન કરશે જાેકે અંબાજી થી નીકળેલી આ ત્રિદિવસીય ત્રિરંગા યાત્રાનું ભારત- પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાના મંદિરે સમાપન કરવામાં આવશે આ યાત્રામાં ૧૫૫૧ ફૂટ લાંબા તિંરગા ધ્વજ યાત્રાનુ મુખ્ય આકર્ષણ રહ્યુ હતુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.