કાણોદર હાઇવે પર ટ્રિપલ અકસ્માત :ચારને ઇજાઓ
પાલનપુરના કાણોદર નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવી સામેથી આવતી એકટિવા તેમજ કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત સર્જાતા કારમાં સવાર તેમજ એકટીવા સવાર ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને 108 મારફત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે હાઈવે ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.