ભાભર દિયોદર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત, ગાયનુ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર શહેરમાં ભાભર- દિયોદર હાઈવે સહજાનંદ પેટ્રોલ પંપ નજીક રોડ પર અચાનક ગાય આવી જતા અલ્ટો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાયને ટક્કર મારી સામે આવી રહેલી ભાભર લાખણી બસને સાઈડના ભાગે અથડાઈને સાઈડમાં ઉતરી જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જાેકે આ અકસ્માત દરમિયાન ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો ગાયને જાેરદાર ટક્કર વાગતાં ગાય ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. અલ્ટો કારને આગળના બોનેટ સહિત વીલના ભાગે મોટું નુકસાન થવા પામ્યું હતું ભાભર વિસ્તારમાં અવાર નવાર રખડતા ઢોર નાં કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે લોકમાં માંગ ઉઠી છે કે જવાબદાર તંત્ર દ્વારા રેઢી રખડતી ગાયોની વ્યવસ્થા કરવામાં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.