બનાસકાંઠા કલેકટરની બદલી: નવા કલેકટર તરીકે મિહિર પટેલ
વરુણકુમાર બરણવાલની કેન્દ્રમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે નિમણુંક: બનાસકાંઠા જીલ્લા કલેકટરની કેન્દ્રમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે બદલી કરાઈ છે. જેઓની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર મિહિર પટેલને મુકવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલને કેન્દ્રમાં સ્પેશિયલ ડ્યુટી અપાઈ છે. તેઓને 4 વર્ષ માટે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સ્પેશિયલ ડ્યુટી સોંપાઈ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના મંત્રાલયમાં બનાસકાંઠા કલેકટરને નિયુક્ત કરાતા તેઓની બદલી કરાઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર મિહિર પટેલની નિમણુંક કરાઈ છે. જોકે, બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે વરુણકુમાર બરણવાલે આમ આદમીની સમસ્યાઓ સાંભળી તેને ન્યાય આપવાનો પ્રયાસ કરી લોકચાહના મેળવી હતી.