બનાસકાંઠા જિલ્લામાં પોલીસ ભરતી માટે ૧૯ સ્થળોએ તાલીમ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી પોલીસ ભરતીમાં જાેડાવા માટે યુવક-યુવતીઓ તૈયારી કરી રહ્યા છે. એલઆરડી ભરતીના ઉમેદવારો માટે
બનાસકાંઠા જિલ્લામાં ૧૯ જેવા સ્થળ ઉપર નિઃશુલ્ક તાલીમ શિબિર પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ વિભાગમાં દસ હજારથી વધુ લોકો રક્ષક દળની ભરતી જાહેર કરવામાં આવી છે. જેની પ્રેક્ટીકલ દોડ પરીક્ષા શરૂ થનાર છે. પોલીસ ભરતીમાં ભાગ લેવા માટે યુવક-યુવતીઓ પ્રાઇવેટમાં ફી ન ભરી શકનારા ઉમેદવારોની મદદ કરવા બનાસકાંઠા પોલીસ વિભાગ મદદે આવી છે. જેમાં પાલનપુરમાં એસ પી તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી આર.કે પટેલ તેમજ આર. એસ. આઈ પી એન કુંપાવત દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ અને પી.એસ.આઇ ની પરીક્ષા આપનાર યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી છે. જેમાં અંદાજિત ૭૦૦ થી વધુ યુવક-યુવતીઓ લાભ લઇ રહ્યા છે. વહેલી સવારથી તેમજ સાંજના સુમારે પોલીસ તાલીમબધ્ધ જવાનો ઉમેદવારોને પોલીસ ભરતીમાં જાેડાવા માટે દોડ સહિતનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. જાેકે આ અંગે ડીવાયએસપી આર.કે પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમય માં પોલીસ વિભાગમાં લોકરક્ષક થી માંડીને પીએસઆઇ કક્ષા સુધીના અધિકારી ની ભરતી માટેની જે પ્રક્રિયા શરૂ થનાર છે. જે યુવતીઓએ આ અંગે ફોર્મ ભર્યા છે. તેઓ શારીરિક કસોટી માં પાસ થવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓને પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડ જેવી સગવડ મળે અને કેવી રીતે દોડવું તે માટે ટેકનીક માર્ગદર્શન મળે તે હેતુથી પાલનપુરમાં પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમે વ્યવસ્થા કરેલી છે. આશરે ૭૦૦ યુવાઓ અને યુવતીઓ અત્યારે પ્રેક્ટિસમાં જાેડાયેલા છે જિલ્લામાં અન્ય જગ્યાએ પણ ઘણા યુવતીઓ આ રીતે આ પ્રક્રિયામાં ફોર્મ ભરેલા છે તેઓને પણ કોઈ તકલીફ ન પડે આ બાબતે યોગ્ય જગ્યા મળી રહે અને માર્ગદર્શન મળે તમામ થાણા અધિકા ઓને પણ પોલીસ અધિક્ષક તરફથી સુચના કરવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ફાળવવા આવે અને કોઈ એક પોલીસ અધિકારીને રોકીને કેવી રીતે દોડવાથી ક્ષમતા દોડની વધે કેવી રીતે પ્રેક્ટિસ થાય શરૂઆતમાં દોડ ધીમેથી કરીને ધીમે ધીમે સ્પીડ વધારતા જઈને ઓછા સમયમાં ટાર્ગેટ જે છે એ પૂર્ણ કેવી રીતે કરી શકાય તે માટેનું ટેકનીક માર્ગદર્શન આપવા તે માટે પણ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.