આબુ હાઇવે ઉપર ટ્રેલરના ચાલકે ધડકાભેર ટક્કર મારતા : બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત
પાલનપુર આબુ હાઇવે ઉપર ચિત્રાસણી ગામ નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવાર એક ઇસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુર આબુ હાઇવે પર ચિત્રાસણી ગામ નજીક નેશનલ હાઈવે પર ટેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરના ચાલકે ધડકાભેર ટક્કર મારતા બે બાઈક સવારોને કચડી નાખતા એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.