અનૈતિક સંબંધનો કરૂણ અંજામ : ભાભી સાથેના અનૈતિક સંબંધોને લઈને સગા ભાઈની હત્યા કરતો ભાઈ
વડગામ તાલુકાના માહી ગામમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ ની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાભી સાથેના અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ બનતા સગા ભાઈનું ભાઈએ જ કાસળ કાઢી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં ભાંડો ફૂટતા હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે મૃતકના ભાઈ સહિત ત્રણ હત્યારાઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના માહી ગામે 24 જૂનએ માહી ગામના નિઝામ નાદોલિયાનું ટ્રેક્ટરની અડફેટે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. જોકે, યુવક ના મોત ને લઈને તેના પરિવારજનો દ્વારા યુવકની હત્યાને અકસ્માત ખપાવવાની કોશિશ કરાઈ હતી. જોકે, પોલીસ ને જાણ કર્યા વગર મૃતક નિઝામ નાદોલીયાના મૃતદેહને દફનાવી નાખવામાં આવ્યો હતો. પરંતુ માહી ગામના ગ્રામજનોએ શંકા જતા પોલીસને જાણ કરી હતી. અને તેની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી.
દરમિયાન, છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા એ સમગ્ર ઘટનાની તપાસ એસ.ઓ.જી.ની ટીમને સોંપી હતી. એસ.ઓજીએ અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને માહી ગામે નિઝામ નાંદોલીયાની મોતની તપાસ હાથ ધરી હતી.
જોકે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને ગ્રામજનો ની પૂછપરછ ને આધારે મૃતક નિજામ નાંદોલીયાના સગા ભાઈ પર પોલીસને શંકા ગઈ હતી અને તેની પોલીસે અટકાયત કરી હતી. જોકે એસ ઓ જી ની પૂછપરછ માં આરોપી અલ્તાફ ના નાંદોલીયા એ સગાભાઈ નિઝામ નાદોલિયા ની હત્યાની કબુલાત કરી હતી એસ.ઓ.જી પોલીસની પૂછપરછ માં બહાર આવ્યું કે, આરોપી અલ્તાફ નાંદોલીયા ને તેના ભાઈ મૃતક નિજામ નાંદોલીયાની પત્ની સાથે આડા સંબંધો હતા અને આડા સંબંધોને લઈને વારંવાર ઝઘડા પણ થતા હતા ત્યારે ભાભી સાથેના આડા સંબંધોમાં આડ ખીલીરૂપ બનતા નિઝામ નાંદોલીયાનો કાંટો કાઢવાનું નક્કી કરી લીધું હતું.
ત્યારબાદ અલ્તાફ નાંદોલીયા એ પોતાના ખેતરમાં રહેતા બે ભાગીયા રહીમ બલોચ અને સલમાન બલોચ ની મદદ થી મૃતક નિઝામ નાંદોલીયાને ખેતરમાં દોરડા વડે બાંધ્યો હતો અને ત્યારબાદ તેની પર ટ્રેક્ટર ચલાવી અને તેની હત્યા કરી નાખી હતી. જોકે આરોપી અલ્તાફ નાંદોલીયા એ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને મૃતક નિઝામ નાંદોલીયાની મૃતદેહને દફનાવી અને હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી. જોકે ત્યારબાદ ગ્રામજનોમાં મોતને લઈને ચર્ચા શરૂ થતા પોલીસને રજૂઆત થઈ હતી અને પોલીસે એડી દાખલ કરી અને તપાસ હાથ ધરતા આખી ઘટના હત્યાની વરદાત સામે આવી હતી જેમાં ભાભી સાથેના અનૈતિક સંબંધોમાં સગા ભાઇએ જ સગાભાઈની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે.