પાલનપુરના સાસમ ખાતે વીજ કરંટ લાગતા પાર્લરના વેપારીનું કરુણ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાર્લર પાસે આવેલ છાપરાના લોખંડના થાંભલે હાથ અડી જતા વીજ કરંટ લાગ્યો: પાલનપુર તાલુકાના સાસમ ગામે વહેલી પરોઢે વીજ કરંટ લાગતા એક પાર્લર ચલાવતા વેપારીનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મૃતક વેપારી પાર્લર પાસે આવેલ છાપરાના લોખંડના થાંભલાને અડી જતાં વીજ કરંટ લાગતા દુર્ઘટના સર્જાઇ હતી. જેને લઇ ગામમા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

પાલનપુર તાલુકાના સાસમ ગામે વીજ કરંટ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.જેમાં ગામમાં પાર્લર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશજી મફાજી બોકરવાડિયા (ઠાકોર) નામના વેપારી ગુરુવારે વહેલી સવારે નિત્યક્રમ મુજબ પોતાનું પાર્લર ખોલી સામે આવેલ મંદિરે દર્શન કરી પરત પાર્લર જવા માટે પગરખા ઉતારવા માટે પાર્લર પાસેના છાપરાના લોખંડના થાંભલે હાથ મૂકતા આ થાંભલામાંથી તેમને વીજ કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવી મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી જોકે વરસાદી માહોલમાં છાપરાના લોખંડના થાંભલામાં કરંટ પ્રસરતા એક વેપારીનું મોત નિપજતા ગામમા શોકની કાલીમાં છવાઈ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.