
અમીરગઢમાં તસ્કરોએ જૈન મંદિરને નિશાન બનાવ્યું
અમીરગઢમાં નિશાચરોએ ફરી માથું ઊંચક્યું છે અગાઉ અમીરગઢમાં ઘર આગળ ઉભેલ બાઈકો અને વસ્તુઓની ઉઠાંતરી થઈ હતી પણ હવે મંદોરોમાં પણ ચોરી થઇ રહી છે. રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કરોએ અમીરગઢની મધ્યમાં આવેલ જૈન દેરાસરને નિશાન બનાવ્યું છે. રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે નિશાચરો દ્વારા જૈન દેરાસરને ટાર્ગેટ બનાવતા દેરાસરના ભગવાનના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અમીરગઢ પોલીસે જૈન દેરાસરમાં કુલ રૂ. ૧,૭૦,૦૦૦ની ચોરીનો ગુનો નોંધી તાપસ આરંભી છે. અમીરગઢમાં રાત્રિ દરમિયાન જગ્યા જગ્યાએ હોમગાર્ડ ને પોઇન્ટ આપવામાં આવ્યા છે તો શું છતાં ગામની મધ્યમાં આવેલ મંદિરમાં ચોરી થાય તો રાત્રિ દરમિયાન ફરજ બજાવતા ગાર્ડ ક્યાં જાય છે જાે હોમગાર્ડ તેમની ડયુટી સંપૂર્ણ પણે નિભાવતા હોય તો આવા બનાવીને રોકી ન શકાય શું રાત્રિ દરમિયાન ખરેખર ગાર્ડ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે કે કેમ તેવા સવાલો લોક મુખે ઊભા થયા છે.