પાલનપુર મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર 30 મિનિટ સુધી ટ્રાફિક જામ
બંને સાઈડે વાહનોની લાંબી કતાર લાગી : 30 મિનિટ સુધી ટ્રાફિક જામ,પાલનપુર મહેસાણા અમદાવાદ નેશનલ હાઇવે ઉપર દિવસ રાત મોટી સંખ્યામાં દિવસભર વાહનો પસાર થાય છે. જ્યાં એરોમા સર્કલ ફરતે વર્ષો જુની ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પગલાં ભરવામાં આવ્યા છે. એરોમા સર્કલ કાઢી નાંખવામાં આવ્યું છે. ચારે તરફના રોડ પહોળા બનાવી દેવાયા છે. તેમજ મોટા વાહનો માટે બાયપાસની કામગીરી પ્રક્રિયામાં છે.
પાલનપુર મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર એરોમા સર્કલ પછી ગઠામણ પાટિયુ બીજો ટ્રાફિકજામ પોઇન્ટ બની ગયું છે. ગઠામણ ગામ તરફથી આવી રહેલા બાઇક ચાલકને અમદાવાદ તરફથી આવી રહેલી કાર ચાલકે ટક્કર મારી હતી. જોકે, સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
આવી સ્થિતિ વચ્ચે એરોમા સર્કલથી ત્રણ કિલોમીટર દૂર આવેલું ગઠામણ પાટીયું હવે ટ્રાફિકજામનો બી જો પોઇન્ટ બની રહ્યું છે. સ્થાનિક રહિશોએ જણાવ્યું કે, ગઠામણ ગામ તરફ જવાનો માર્ગ હાઇવે ઉપરથી ફંટાય છે. આ માર્ગ ઉપર 10 સોસાયટી, 2 સ્કુલો, 15 ગામો આવેલા છે. જ્યાં જવા માટે પાલનપુર અમદાવાદ હાઇવે ફરજીયાત ક્રોસ કરવો પડે છે. પરિણામે વારંવાર ટ્રાફિક જામ થાય છે.