પાલનપુરના એરોમા સર્કલ પર કન્ટેનર પલટી ખાતા કલાકો સુધી ટ્રાફિકજામ

બનાસકાંઠા
બનાસકાંઠા 43

પાલનપુર શહેરના એરોમા સર્કલ ઉપર કન્ટેનર પલ્ટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. જાે કે, ટ્રાફિક પોલીસની ટીમે પાંચેક કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરને રોડની સાઇડ ઉપર કરાવી ટ્રાફિક ખુલ્લો કરાવતા લોકોએ રાહત અનુભવી હતી.પાલનપુર શહેરના એરોમા સર્કલ ઉપર કન્ટેનર પલ્ટી મારતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે અકસ્માતમાં ૨ લોકોને ઇજા થતાં તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને પગલે એક કિલો મીટરથી વધુ લાંબી વાહનો ની લાઈનો લાગી ગઈ હતી. જાે કે, આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી.આર.પારગી, સીટી ટ્રાફિક પીએસઆઇ એચ.બી. પરમાર તથા સ્ટાફના માણસો ટીઆરબી કર્મચારીઓએ સાથે રહી પાંચ કલાકની જહેમત બાદપાંચ જેટલા ક્રેઇનની મદદ થી હેવી કન્ટેનરને સાઈડ ઉપર કરી ટ્રાફિક ખુલ્લો કરાવતા લોકોએ રાહત અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.