આજે શ્રાવણ માસ ના છેલ્લા સોમવાર સાથે પવિત્ર શ્રાવણમાસ ની પુર્ણાહુતી થશે
સોમવતી અમાવસ ને લઇ શિવભક્તોમાં પણ અદમ્ય ઉત્સાહ | વિવિધ શિવાલયો માં યજ્ઞો નું આયોજન થયું
શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી થઈ અને પૂર્ણ પણ સોમવાર ના થતા સુલભ સંયોગ સધાયો
હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ રહેલો છે યોગાનું યોગ આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી થઈ હતી અને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારના રોજ થઈ રહી છે ત્યારે શિવ ભક્તો માં અનેરો આનંદ જોવા મળશે,પવિત્ર શ્રાવણ માસના સંગ એક માસ સુધી શિવ મંદિરોમાં શિવ ભકતોએ શિવજીનું પૂજન અર્ચન મંત્ર જાપ ઉપવાસ-એકટાણા સાથે શિવજીની આરાધના જોવા મળી રહ્યા હતા ત્યારે જિલ્લાભરના વિવિધ શિવ મંદિરોમાં યજ્ઞની સાથે પવિત્ર શ્રાવણ માસનુ સમાપન થનાર છે જેને લઇ વહેલી સવારથી જ નાના-મોટા શિવાલયો માં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડશે.
સોમવતી અમાસ ને લઇ શિવ મંદિરોમાં પણ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠશે પવિત્ર શ્રાવણ માસ પણ સોમવતી અમાસના રોજ સમાપન થનાર છે જેને લઇ અંતિમ દિવસે સોમવતી અમાસ હોવાથી આ દિવસનું મહત્વ પણ ખૂબ જ વધી ગયુ છે અનેક મંદિરોમાં આજના દિવસે વિશેષ પૂજન અર્ચન સાથે યજ્ઞ અને બ્રહ્મભોજન નું પણ આયોજન થયેલ છે ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસ ની સાથે આસ્થા અને ભક્તિભાવે શ્રાવણ માસ નું સમાપન થશે.
શિવમંદિરોમાં શ્રાવણ માસના અંતિમ દિવસને લઈ ભાવિકો ઉમટી પડશે: શ્રાવણ માસ નો આજે અંતિમ દિવસને લઈ શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટશે અને પૂજન-અર્ચન અભિષેક હોમાત્મક યજ્ઞ જ સહિતના વિવિધ કાર્યક્રમો સાથે બ્રાહ્મણોને દાન-દક્ષિણા અને ગાયોને ઘાસચારો નાખી શ્રાવણ માસની દરેક અનેક લોકો પૂર્ણહોતી કરશે
બનાસકાંઠા જિલ્લાના બાલારામ ખાતે પણ શ્રાવણમાસના છેલ્લા સોમવારે મેળો ભરાય છે: બનાસકાંઠા જિલ્લાના રમણીય સ્થળ તરીકે ગણાતા બાલારામ ખાતે દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા સોમવાર ને લઇ મેળાનું આયોજન થતું હોય છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો બાલારામ ખાતે દર્શન કરવા જતા હોવાથી જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા સોમવારને લઈ આજુબાજુ વિસ્તારમાંથી પણ અનેક લોકો દર્શને આવતા હોવાથી મેળા નો માહોલ જામતો હોય છે.
ડીસા તાલુકાના વડાવળ ગામના દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ યજ્ઞનું આયોજન: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર વડાવલ ગામના ગ્રામજનો દ્વારા દૂધેશ્વર મહાદેવના મંદિર ખાતે ભૂદેવ દ્વારા વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ ત્યારે આજે પૂર્ણાહૂતિ થનાર છે જેને લઈને યજ્ઞનું આયોજન કરાવામાં આવ્યુ છે.