આજે મુખ્યમંત્રી મા અંબાના દર્શન કરી લાભાર્થીઓને મફત પ્લોટની સનદો આપશે

બનાસકાંઠા
બનાસકાંઠા 73

આજે ૧૩ ઓક્ટોબર-૨૦૨૧, બુધવારના બપોરે-૩.૦૦ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રિના આઠમા નોરતે મા અંબાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ વિચરતી અને વિમુક્ત જાતિના ૩૩ જેટલાંm પરિવારના લાભાર્થીઓને રેઠાણાંકના હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવણીની સનદોનું વિતરણ કરશે. વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સ્થાયી કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા ૮ ઓક્ટોબર-૨૦૨૧ના હુકમથી દાંતા તાલુકાના કુંભારીયા ખાતે સર્વે નં. ૧૩૬ (જુના સ.નં.૧૨૯ અ/પૈકી ૧) ની ૬૦૦૦ ચો. મી. જમીનમાં ૮૦ ચો.મી. ની મર્યાદામાં મફત પ્લોટ ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.