
આજે કાંકરેજના ઉંબરી ગામે એક સાથે ૨૫૦૦ દિકરીઓ જૈન સંતોનું સામૈયું કરશે
કાંકરેજના ઉંબરી ગામે ગુરુ વંદના ઉત્સવ અને ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ ભગવંત પૂજ્ય કલ્પરક્ષિત વિ.મહારાજના દીક્ષા સ્વીકારના ૨૫ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે ઉંબરી ગામમાં ત્રિદિવસીય ગુરુ વંદના ઉત્સવને લઇ પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ રથયાત્રા પાતાળેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી. જ્યાં ગુરુ મહારાજનું પ્રવચન યોજાયું હતું. જેમાં સમસ્ત ઉંબરી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ૨૬ એપ્રિલના રોજ એક સાથે ૨૫૦૦ દીકરીઓ દ્વારા સામૈયાં કરવામાં આવશે બનાસકાંઠા ને સંસ્કારકાંઠા બનાવવાના નિર્ધાર સાથે નીકળેલા આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરીજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના દિક્ષા સ્વીકારના ૨૫ વર્ષ ના ગુરુ વંદના ઉત્સવ ને લઇ લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ગુરુવંદના પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં દરેક સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે આ પ્રસંગે તમામ ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકોમાં વ્યસન પ્રત્યે જાગૃતી આવે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૩૪ પ્રાથમિક શાળાઓમાં સંસ્કાર શાળાઓ શરૂ કરી છે અને માધ્યમિક શાળાઓમાં ૨૬ સંસ્કાર શાળાઓ શરૂ કરીને એક દાખલો બેસાડ્યો છે.