થરાદની મુખ્ય બજારમાં કરીયાણાની દુકાનોમાંથી તિરૂપતિ કપાસીયા તેલ ડુપ્લીકેટ પકડી પાડ્યું
થરાદની મુખ્ય બજારમાં આવેલ ત્રણ કરીયાણાની દુકાનોમાંથી તિરૂપતિ કપાસીયા તેલના ડુપ્લીકેટ ડબ્બાનું વેચાણ કરતાં વેપારીઓને એન.કે. પ્રોટીન્સ પ્રા.લી દ્વારા પકડી પાડવામાં આવ્યાં હતાં. થરાદ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
વેચાણ કરતા વેપારીઓને એન.કે. પ્રોટીન્સ પ્રા.લી દ્વારા પકડી ફરિયાદ કરતાં પોલીસે 3 શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. થરાદ શહેરમાં ડુપ્લીકેટ તિરૂપતિ કપાસીયા તેલના ડબ્બાનું વેચાણ કરતાં વેપારી પર કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ડુપ્લીકેટ તેલનું ખુલ્લેઆમ વેચાણ કરી પોતાના ફાયદા તથા કંપનીના લેબર તથા સીલ લગાવી કંપનીના કોપી રાઇટ અધિકારનો ભંગ કરતાં કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
એન.કે. પ્રોટીન્સ પ્રા.લીના ઓથોરાઇઝ પર્સન હિરેન નીતિનકુમાર ગોહીલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
એન.કે પ્રોટીન્સ કંપનીના તિરૂપતિ કપાસીયા તેલના લેબલ તથા સીલ લગાવી ડુપ્લીકેટ લેબલવાળા ડબ્બા બજારમાં વેચાણ કરવા માટે રાખી કંપનીના કોપી રાઇટ અધિકારનો ભંગ કરતાં થરાદ પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.