બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદપડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બનાસકાંઠા છેલ્લા પાંચ છ દિવસથી અસહ્ય ઉકળાટ બફારાભર્યા વાતાવરણને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ગુરુવારે સાંજથી વાતાવરણમાં પલ્ટો આવવાની શરૂઆત થઈ હતી. જે બાદ મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદે પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારાથી છુટકારો મળ્યો છે. જેમાં અમીરગઢ તાલુકાના ઈકબાલગઢમાં રાત્રે દરમિયાન વરસાદના કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતે કરેલ મગફળી ના કરેલ વાવેતરમાં પાણી ભરાતા ખેડૂત ચિંતિત બન્યા છે ખેતરમાં પાણી ભરાવાના કારણે ખેતરમાંથી બહાર નીકળવાનું માર્ગ પણ બંધ થયો હતો.બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વાઇસ આંકડા જોઈએ તો દાતામાં 61 મિમિ, દિયોદરમાં 60 મિમિ, પાલનપુરમાં 76 મિમિ, લાખણીમાં 81 મિમિ, થરાદમાં 41 મિમિ, વાવમાં 18 મિમિ ધાનેરામાં 25 મિમિ દાંતીવાડા માં 33 મિમિ અમીરગઢમાં 33 મિમિ વડગામમાં 43 ડીસામાં 39 મિમિ ભાભરમાં 35 મિમિ સુઈગામમાં 33 મિમિ કાંકરેજ માં 36 મિમિ સરેરાશ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ધાનેરાના વરસાદના કારણે હિંગળાજનગર સોસાયટી પાસે પાણી ભરાયા હતા. સોસાયટી પાસે ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.