ડીસા ના ભોપાનગર વિસ્તાર નજીક થી જુગાર રમતા ત્રણ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર ના ભોપાનગર વિસ્તારમાં આવેલ સ્મશાનમાંથી તીન પત્તીનો જુગાર રમતાં હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરતા ત્રણ આરોપીઓ પોલીસ ના હાથે ઝડપાઇ જતા તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી
બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ કુશલ.આર.ઓઝા ડીસા વિભાગ ડીસા નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા વાય.એમ.મિશ્રા પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠલ ટી.એચ.પરમાર પોલીસ સબ ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા અ.હે.કો.રઘુજી અનોપજી તથા અ.પો.કો. ડાહ્યાભાઇ માધાભાઇ મહમદ મુજીબ અહમદ ખાન તથા વેલાભાઇ હરચંદભાઇ તથા નરેન્દ્રકુમાર ખેમજીભાઇ તથા મનુભાઇ ઇશ્વરભાઇ વિગેરે રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે ભોપાનગર સ્મશાનમાં પાણીના ટાંકા પાસે આવેલ ખુ્લ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી ગોળ કુંડાળુ વાળી કેટલાક ઈસમો ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમતા તેઓની અંગ જડતીમાંથી તથા દાવપટ્ટ પરથી રોકડ રકમ રૂ ૧૨૪૭૦ /- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ એમ મળી કુલ રૂ.૧૭૪૭૦/-નો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમો

(૧) રાહુલ ચીકુજી જાતે ઠાકોર ઉવ-૨૬ ધંધો.મજુરી રહે.ડીસા ભોપાનગર રેલ્વે સ્ટેશન પાસે તા ડીસા
જી.બનાસકાંઠા
(૨) મુકેશભાઇ ભીખાભાઇ જાતે રાવળ ઉવ ૨૮ ધંધો.મજુરી રહે. ડીસા જી.આઇ.ડી.સી તા ડીસા .
જી.બનાસકાંઠા
(૩) મોશિન અકબરભાઇ જાતે શેખ ઉવ-૩૬ ધંધો.મજુરી રહે. ડીસા અમનપાર્ક તા ડીસા જી.બનાસકાંઠા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.