
થરાદ – વાવ હાઇવે પર ઇકો અને કાર ટકરાતા ત્રણને ઇજા
(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદ વાવ હાઇવે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને ૧૦૮ની મદદથી સારવાર અર્થે તાત્કાલિક થરાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્તિ માહિતી મુજબ થરાદ ડીસા હાઈવે પર ચારડા ગામના પાટિયા પાસે રવિવારે ટ્રક નંબર આર જે ૦૭જી સી ૯૪૨૩ અને જી જે ૦૮ સી કે ૬૯૯૮ નંબરની સ્વીફ્ટ કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાવા પામ્યો હતો.આથી કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી હતી.
આ ઘટના અંગે થરાદ ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. આથી ૧૦૮ ના પાયલોટ રાજુભાઈ પરમાર અને ઇએમટી વિક્રમભાઈ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા.અને ઇજાગ્રસ્ત માલાભાઈ શંકરભાઈ રાજપુત ઉંમર વર્ષ ૩૫ તથા સિધ્ધરાજસિંહ નરપતસિંહ રાજપુત ૨૭ વર્ષ બંને રહે ઈઢાટા તા.થરાદને પ્રાથમિક સારવાર સાથે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવના પગલે સ્થળ ઉપર લોકોનાં ટોળા એકઠા થવા
પામ્યા હતા.