બનાસકાંઠામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં તા.૫ જૂન થી સરકારી પ્રાથમિક શાળાઓમાં નવા શેક્ષણીક સત્ર નો પ્રારંભ થઇ રહ્યો હોઇ પાંચ થી છ વર્ષ ની ઉંમરના નાના બાળકોને શાળા અને બાલ વાટિકામાં પ્રવેશ આપવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ, તાલુકા, જીલ્લાના આગેવાનો અને અધિકારી ઓની ઉપસ્થિતિમાં પચાસ હજાર ઉપરાંત નાના ભુલકાઓને બાલ વાટીકા તેમજ ધો.એકમાં પ્રવેશ આપવામાં આવશે.બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.૧૨-૧૩ અને ૧૪ જૂનના ત્રિદિવસીય નાના ભૂલકાંઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૧ જૂન ના રોજ છ વર્ષ પૂર્ણ કરનાર ૫૮૭૭ કુમાર અને ૫૩૫૨ કુમારી મળી કુલ ૧૧૨૨૯ બાળકોને ધો.૧ માં પ્રવેશ આપવામાં આવશે. અને પાંચ થી છ વર્ષની વય ધરાવતા ૨૦૪૩૯ કુમાર અને ૧૮૩૦૫ કુમારી મળીને ૩૮૭૯૧ બાળકોને સરકારે નવી શરૂ કરેલ બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. જાેકે, આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધો.એક તેમજ બાલ વાટિકામાં રાજ્ય કક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો, જીલ્લા, તાલુકાના હોદ્દેદાર અને અધિકારીઓનાં હસ્તે ૫૦.૦૨૦ નાના ભૂલકાં ઓને વિધિવત્‌ શાળા અને બાલ વાટિકામાં નામાંકન દાખલ કરી પ્રવેશ આપવામાં આવશે. જેમાં બાલ વાટિકામાં સૌથી વધુ ડીસા તાલુકાના ૫૦૮૮ બાળકો અને સૌથી ઓછા સુઈગામ તાલુકામાં ૮૮૯ બાળકો પ્રવેશ મેળવશે. અને ધો.એકમાં થરાદ તાલુકા માં સૌથી વધુ ૧૩૦૧ અને વડગામ તાલુકા માં સૌથી ઓછા માત્ર ૧૬૨ બાળકો પ્રવેશ મેળવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.