થરાદમાંથી કતલખાને લઇ જવાતા ૫૫ ઘેટા-બકરાં સાથે ત્રણ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છની સુચના મુજબ આર.આર.સેલ સરહદી રેન્જ ભુજના પો.ઇન્સ. એ.ડી.સુથાર તથા પો.સબ. ઇન્સ. જે એમ જાડેજાના માર્ગદર્શન મુજબ દિલાવરસિહ પ્રતાપસિંહ તથા ભુરાજી નાગજીભાઇ તથા પ્રકાશચંદ્ર અમૃતલાલ તથા અમરતભાઈ હાથીભાઈ થરાદ પો.સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમા પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પીલુડાથી બોલેરો પીકઅપ ડાલામાં પશુઓ ભરીને થરાદ તરફ આવનાર હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે થરાદ સાંચોર હાઇવે પર માર્કેટયાર્ડ નજીકના પંપ પાસે નાકાબંધી કરી વૉચ ગોઠવી હતી. આ વખતે આવેલા બોલેરો પીકઅપ જીપડાલા નંબર ય્ત્ન૧૬ઠ૪૦૫૧ ને રોકાવીને તેમાં શુ ભરેલ છે તે અંગે પુછતાં તેમાં બેઠેલા ત્રણ શખસોએ ઘેટાંબકરાં ભરેલા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેનું પાસ પરમીટ માંગતાં તેમણે ૧૭ ભરવાનું હોવાનું જણાવ્યું હતુ. આથી પોલીસે ત્રણેયને સાથે રાખી તપાસ હાથ ધરતાં તેમાં પાછળના ભાગેથી ૪૬ અને આગળના ભાગે જીપચાલકની સીટ નીચેથી ૯ મળીને કુલ (ઘેટાં ૪૬ અને બકરાં ૯) ૫૫ અબોલ જીવ ઘાસચારા કે પાણી કે રેતીની કોઇપણ જાતની સગવડ વગર ક્રુરતાપુર્વક એકબીજાની ચામડી ઘસાય તે રીતે મળી આવ્યા હતા. જે પૈકી બે ઘેટાંનાં મોત નિપજ્યાં હતાં. પોલીસે ધેટાંબકરાં નંગ ૫૫ કિ.રૂ.૫૩૦૦૦ તથા ગાડી કિં.રૂ.૨,૫૦,૦૦૦ સાથે કુલ કિંમત રૂ. ૩,૦૩,૦૦૦ ના મુદ્દામાલ કબજે લીધો હતો.તથા ગનીભાઇ કાસમભાઈ ઘાંચી રહે.જેતડા તા.થરાદ હાલ.ડીસા તથા ઇરફાનભાઇ ઇદરીશભાઇ શેખ રહે.મહોમદપુર ગવાડી ડીસા તથા જુમ્માભાઇ હમીરભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુરી (મુળ.દુધકા તા.સમી જી.પાટણ) હાલ રહે.અમનપાર્ક સોસાયટી ડીસા સામે ગુજરાત પશુસંરક્ષણ અધિનિયમ તથા પશુક્રુરતા અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછેકે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાંથી ધોળાદિવસે પણ આવી રીતે અબોલપશુઓની બિંદાસ્તપણે કતલખાને ધકેલવામાં આવી રહ્યાં છે. જેને લઇને જીવદયાપ્રેમીઓમાં ભારોભાર રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.