છાપી નજીક નરાસળ ના ખેતરમાં થી આદિવાસી સમાજના બે સગાભાઈ ના મૃતદેહ મળતા ખળભળાટ
પાંચ શ્રમિકો ને જમવાનું ન આપતા બબાલ થઈ, મોડી રાત્રે આદિવાસી શ્રમિકો ને પાંચ કિમિ દોડાવી ને માર-માર્યા નો આક્ષેપ : એક યુવક ગુમ
વડગામ તાલુકાના છાપી નજીક નરાસળ ગામની સીમમાં આવેલ ખેતર માંથી શનિવાર રાત્રે આદિવાસી સમાજ ના બે સગાભાઈ ઓના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો. જોકે મોત ના સમાચાર મળતા આદિવાસી સમાજ ના ટોળા છાપી પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ છાપી હાઇવે ઉપર આવેલ એક દુકાને પાલનપુર થી પાંચ આદિવાસી શ્રમિકો પશુ આહાર ની બોરીઓ ટ્રક માંથી ઉતારવા માટે આવ્યા હતા.સો જેટલી બોરી ઓ ઉતાર્યા બાદ નક્કી થયા મુજબ જમવાનું માગતા દુકાનદારે હજુ વાર છે તેમ કહી જમવાનું આપ્યું ન હતું જેથી શ્રમિકો એ બોરીઓ ઉતારવા નું ના કહેતા ઉશ્કેરાયેલા દુકાનદારે ઝગડો કરી પાંચે શ્રમિકો ને માર મારતા શ્રમિકો જીવ બચાવવા પાંચ કિલોમીટર સુધી દોડી એક અજાણ્યા ખેતર માં જતા રહ્યા હતા.
જ્યાં પાંચે શ્રમિકો વિખુટા પડી ગયા હતા.જોકે બાદ માં બે સગાભાઈ ના મૃતદેહ મળ્યા હતા જ્યારે અન્ય બે શ્રમિકો બચી ગયા હતા. અને તેઓ એ પરિવાર ને જાણ કરતા મૃતુક ના પરીજનો સાથે આદિવાસી સમાજ છાપી આવી પહોંચ્યા હતા પાંચમો યુવક રવિવાર સાંજ સુધી મળી આવ્યો નહતો. બે યુવક ના મોત ને લઈ સમગ્ર દિવસ દરમિયાન છાપી પોલીસ મથકે આદિવાસી સમાજે હંગામો મચાવતા પોલીસ હરકત માં આવી ગઈ હતી.
મોત નું રહસ્ય અકબંધ: આદિવાસી સમાજ ના બે સગાભાઈ ઓના અકાળે મોત થતા આદિવાસી સમાજે ન્યાય ની માંગ કરી આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગ કરી મોત માટે દુકાનદાર સામે આક્ષેપ કરી જવાબદાર ઠેરવ્યો હતો.જોકે મોત નું ચોક્કસ કારણ પીએમ થયા બાદ જાણવા મળશે તેવી સૂત્રો દ્રારા જાણવા મળે છે.
પોલીસ ઇન્સ્પેક્ટર શુ કહે છે: નરાસળ ના ખેતર માંથી બે આદિવાસી યુવકો મોત બાબતે છાપી પોલીસ ઇન્સ્પેકટર હીનાબેન વાઘેલા ને પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે બન્ને મૂતૃકો ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત નું કારણ જાણી શકાશે.