અમીરગઢ પાસેની બનાસ નદીના નીર માં થયો વધારો
અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)
અમીરગઢ તાલુકા માં આગાહી ના પગલે વરસાદ નોંધાવો પામ્યો છે. સવાર થી છુટા છવાયો વરસાદ થઈ રહ્યો છે. તેવામાં ઉપરવાસ માં પણ સારો વરસાદ થતા અમીરગઢ તાલુકાની બનાસ નદી માં પણ નવા નીર ની આવક થવા પામી છે. બનાસ નદી માં પાણી ન પ્રવાહ માં વધારો થતાં લોકો માં ખુશી જોવા મળી રહી છે. રાજસ્થાન ના ઉપરવાસ અને અંબાજી વિસ્તાર માં ભારે વરસાદ ના લીધે નાળાઓમાં પાણી વહેતા થયા છે. બનાસ નદી ના નીર માં પાણી ની આવક થતા દાંતીવાડા ડેમ માં પણ સારી એવી પાણી ની આવક થઈ રહી છે.
ખેડૂતો ઘણા સમય થી આકાશ તરફ મીટ માંડી ને બેઠા હતા ત્યારે સારો વરસાદ થતાં અને બનાસ નદી માં નવા નીર ની આવક થતા ખેડૂતો ને બમણી ખુશી નો અહેસાસ થવા પામ્યો છે. આ વખતે સારા વરસાદ ના કારણે અમીરગઢ તાલુકા ના ધનપુરા ડેમ અજાપુર વાંકા ડેમ અને કેદારનાથ ડેમ ઓવરફ્લો થવા પામ્યા છે. ખેડૂતો ને આશા છે કે હજુ પણ બનાસ નદી માં નવા નીર ની આવક થશે. નવા નીર ની આવક થતા બનાસ નદી ના પટ ને નિહાળવા માટે પ્રયટકો નો ઘસારો જોવા મળશે.