ડીસામાં બે મંદિરોમાં ચોરી : તસ્કરો રૂપિયા 45000 ઉપરાંતની મત્તા ઉઠાવી ગયા
ઠંડી ની શરૂઆત થતાની સાથે જ તસ્કરો કાર્યરત થઈ જતા હોય છે અને ચોરીઓને અંજામ આપતા હોય છે. હજુ ઠંડીનો ચમકારો જોવા મળ્યો નથી ત્યાં જ તસ્કરોએ ડીસામાં બે મંદિરોમાં ચોરી કરીને પોલીસને ચેતવણી આપી છે.
ડીસાની મધ્યમાં આવેલ રત્નાકર સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ચોરી થઈ છે. જે સીસીટીવી ચોરીમાં બચાવ કરતા હોય છે અને ચોરોને પકડવામાં મદદ કરતા હોય છે તે જ સીસીટીવી અને ડીવીઆર જ તસ્કરો ચોરી ગયા છે અને પીલીસ માટે તેમને પકડવાનો માર્ગ મુશ્કેલ કરતા ગયા છે. રત્નાકર સોસાયટીમાં મંદિરમાં થયેલી ચોરીમાં સીસીટીવી અને ડીવીઆર સાથે સાથે 2500 રૂપિયા રોકડની પણ તસ્કરો ચોરી કરી ગયા છે.
જ્યારે ગાયત્રી નગરમાં તસ્કરો દ્વારા મંદિરમાંથી ૪૫ હજાર રૂપિયા જેવી માતબર રકમની ચોરી કરી ગયા છે. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી થવાના કારણે ડીસાના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જ્યારે મંદિરના ભગવાન જ સુરક્ષિત ના હોય ત્યારે રહીશોની સુરક્ષાની જવાબદારી પોલીસ માટે એક મોટી જવાબદારી બની જાય છે.પોલિસે બંને મંદિરો પર પહોંચીને તપાસ હાથ ધરી છે.