ડોડાણા ગામના સામાન્ય પરીવારનો યુવાન નેશનલ કક્ષાએ ઝળક્યો

બનાસકાંઠા
બનાસકાંઠા 113

બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ ગામોના યુવાનોને રમતગમત ક્ષેત્રે પુરતું માર્ગદર્શન મળે તો સફળતાના શિખરો સર કરી શકે છે આવુજ કંઇક લાખણી તાલુકાના ડોડાણા ગામના સામાન્ય પરીવારનો યુવાન રબારી અલ્પેશભાઇ જાેમાભાઇએ નેશનલ કક્ષાની રમતમાં ઝળહળતી સફળતા મેળવી છે. ગોવા ખાતે ૪ થી ૬ સપ્ટેમ્બરના રોજ રૂરલ એમ્યુચર ગેમ્સ એશોસિયન દ્વારા યોજાયેલી એમ્યુચર નેશનલ ગેમ્સમાં એથ્લેટીક ના સિનિયર વિભાગ ની ૫ હજાર અને ૧૫૦૦ મીટર દોડમાં સમગ્ર દેશમાં બીજાે ક્રમ મેળવી જ્વલંત સિધ્ધી પ્રાપ્ત કરતા સમગ્ર રબારી સમાજ ગૌરવવંતો થયો હતો. ડોડાણા જેવા અંતરીયાળ ગામમાંથી એક સામાન્ય પરીવારમાંથી આવતો યુવાન ને માર્ગદર્શન મળતા નેશનલ કક્ષા સુધીની રમત ગમતમાં પહોંચી ઝળહળતી સફળતા મેળવી છે. ગોવા ખાતે યોજાયેલી ગેમ્સમાં દોડની સ્પર્ધા માં બીજાે નંબર મેળવતાં રબારી સમાજના રાજકીય સામાજિક આગેવાનોએ પણ યુવાનની સિધ્ધિને બિરદાવી હતી. ડીસાના પુર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.