
કોટડા ગામનો યુવક વ્યાજખોરોના ત્રાસથી બે દિવસથી ગુમ
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ૧૦% થી પણ વધુ વ્યાજ વસૂલતા શખ્સોના ચક્રમાં અનેક યુવાનો ફસાયા છે અને તેના લીધે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. જેને લઈ અનેક લોકો એ તો આપઘાત સુધી કરી લેતા છે. આ તરફ હવે બનાસકાંઠા માં વધુ એક વ્યાજ ખોરોના આતંક નો કિસ્સો સામે આવ્યો છે જેમાં બનાસકાંઠામાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલો યુવક ગુમ થયો છે. આ તરફ ગુમ થયેલ યુવકનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં યુવક વ્યાજખોરોનો નામજોગ ઉલ્લેખ કરી અને તેઓ ૨ લાખના બદલે ૧૦-૧૦ હજાર વ્યાજ વસુલતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તરફ પોલીસ ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, દિયોદરના કોડડા ગામનો જગદીશ સુથાર નામનો યુવક ૨ દિવસથી ગુમ થઈ ગયો છે. વિગતો મુજબ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ આ યુવક ગુમ થઈ જતા પરિજનો ચિંતિત બન્યા છે. આ તરફ જગદીશ સુથારનો વ્યાજખોરો સામેની વેદના રજૂ કરવાનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે અર્જુન અને નરેશ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી આ લોકો ૨ લાખના ૧૦-૧૦ હજાર વ્યાજ વસૂલતા હોવાનો આક્ષેપ કર્યો છે. દિયોદરના કોડડા ગામનો જગદીશ સુથાર નામનો યુવક વ્યાજના વિષચક્રમાં ફસાઈને હવે બે દિવસથી ગુમ થયા બાદ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે અર્જુન અને નરેશથી કંટાળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે પોલીસ ફરિયાદ કરી છતા કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પણ થતાં ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, એક મહિના અગાઉ યુવકના પિતાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં હવે યુવક ગુમ થતાં
પરિજનો ચિંતાગ્રસ્ત બન્યા છે.