
ધાનેરા તાલુકામાં બની રેહેલા નવા પંચાયત ઘરનું કામ બંધ કરાયું
ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બની રહેલા સરકારી બાંધકામો વિવાદોનું ઘર બની ગયા છે. સરકારી નાણાંનો ઉપયોગ કરી બની રહેલા બાધકાંમો નિયમોની વિરૂદ્ધ થતાં હોઈ ગ્રામજનો અને સરકારી તંત્ર કોન્ટ્રાક લેતી એજન્સીઓથી કંટાળી ગયા છે.
ધાનેરા તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ૧૨ જેટલા ગામોમાં નવા પંચાયત ઘર મંજૂર થયા છે. જે પંચાયત ઘરોનાં બાધકામ પણ શરૂ કરાયા છે. જેમાં જિલ્લામાંથી તમામ પંચાયત ઘરના બાંધકામ માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જાેકે એજન્સી દ્વારા નિયમોની વિરૂદ્ધ અને તકલાદી માલસામાનનો ઉપયોગ કરાતા તાલુકામાં બે ગામોમાં બની રહેલા પંચાયત ઘરનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.
ધાનેરા તાલુકાના રમુણ ગામમાં છેલ્લા એક માસથી પંચાયત ઘરનું કામ બંધ પડ્યું છે. જેનું મૂળ કારણ નિયમોનું ઉલઘન છે. પંચાયત ઘરના બાંધકામ માટે ઊંચાઈ જાેવામાં આવી નથી સાથે ઇંટો તેમજ લોખંડ પણ અયોગ્ય જણાય છે. જેને લઇ જાે આ રીતે હલકી ગુણવતાવાળો માલસામાનનો ઉપયોગ કરી પંચાયત ઘરનું બાંધકામ કરવામાં આવે તો મકાનનું આયુષ્ય લાંબુ ચાલે તેમ નથી. જેથી યોગ્ય રીતે નિષણાત ઇજનેરની મદદથી યોગ્ય માલસામાનના ઉપયોગ સાથે ઊંચાઈ સાથે બાંધાકામ કરવા માટે ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના મોટા મેડા તેમજ રમુણ ગામના પંચાયત ઘર વિવાદમાં રહેતા બાધકામ બંધ કરવામાં આવ્યા છે.
વાસ્તવિક હકીકત જાેવામાં આવે તો ઊંચો નફો મેળવવા માટે કોન્ટ્રાકટરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જેથી બીજા કોઈને તો નહિ પણ ધાનેરા તાલુકાના ગામડામાં થઈ રહેલો વિકાસ અટકી પડ્યો છે. તાલુકા પંચાયત મનરેગા શાખાના એટીપીઓ હેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદો મળતા રમુણ ગામ સહિત અન્ય ગામોના પંચાયત ઘરનું બાંધકામ બંધ કરવામાં આવ્યું છે જે મામલે એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે.