તંત્ર ઘોર નિંદ્રામાંથી બહાર આવતાં હરિયાવાડા કોઝ-વેનુ કામ ચાલુ કરાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના હરિયાવાડા ગામ ખાતે આવેલી ડેરી-વાવધરા તરફ જવાના મુખ્ય રોડ પર સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવીને કોઝ-વે પૂલીયાનું કામ ચાલું કરાયું હતું. પરંતું આ કામ છેલ્લાં દોઢ મહિનાથી બંધ હાલતમા જોવા મળતાં સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ રજુઆત કરવામા આવતા અને સતત ચાર દિવસ સુધી અહેવાલ છપાયા બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી સફાળું જાગીને કોઝ વે પૂલીયાંની કામગિરી હાથ ધરી હતી. આમ સરકાર દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુનને લઈ લાખો રૂપિયાનું પેકેજ જાહેર કરતાં હોય છે અને ચોમાસુ પ્રારંભ થાય તે પહેલાં રોડ રસ્તાઓ મરામત કરવાનાં હોય છે, પરંતુ કોન્ટ્રાકટર અને તંત્રની મીલીભગતથી મોટાભાગે ચોમાસુ બેસી ગયા પછી વરસાદમા ગુણવત્તા વગરનુ કામ કરીને સરકારી ભ્રષ્ટ બાબુઓને તગડી ટકાવારી આપી મોટો ભ્રષ્ટાચાર આચરવાના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે, હરિયાવાડા કોઝ-વે પુલીયુ કેટલું ગુણવત્તાયુક્ત અને મજબૂત બનશે ? તે તો આવનારો સમય જ બતાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.