માહીના ગૌચરમાં કરાયેલ પાકા દબાણો હટાવવાની કામગીરી દબાણકારો દ્વારા હાથ ધરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના માહી ગામે આવેલ ગૌચરમાં ઠેરઠેર દબાણ કરાતા જાગૃત મહિલા સદસ્ય દ્વારા પંચાયત મિટિંગમાં લેખિત રજુઆત કરાતાં દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લેખિતના પગલે દબાણદારો સોમવારે સ્વેચ્છાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સદસ્ય જણાવ્યું હતું.

વડગામ તાલુકામાં ગૌચરની જમીનો ઉપર ઠેરઠેર તંત્રની ભ્રષ્ટ નજર હેઠળ ભુમાફિયાઓ દ્વારા કબ્જાઓ કરી કાચા પાકા દબાણો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તાલુકાના માહી ગામે આવેલ સર્વે નંબર ૨૩૪ માં ગૌચરની મોકાની રોડ ટચ જમીનો ઉપર છેલ્લા કેટલાક સમયથી સ્થાનીક તંત્રની ભ્રષ્ટ નીતિ અને રહેમનજર હેઠળ દબાણો કરાતા મહિલા સદસ્ય દ્વારા દબાણો હટાવવા બાબતે પંચાયતની મિટિંગમાં લેખિત રજુઆત કરાતાં સરપંચ દ્વારા ઉધ્ધત વર્તન કરી સદસ્યના પતિને જાતિ અપમાનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે સોમવારે દબાણદારો દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

માહીના સરપંચ પોલીસ પકડથી બચવા ફરાર
માહી ગ્રામ પંચાયતની મિટિંગમાં મહિલા સદસ્ય દ્વારા દબાણો હટાવવા રજુઆત કરતા સરપંચ દ્વારા જાતિ અપમાનિત કરવામાં આવતા તેઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે પોલીસ પકડથી બચવા સરપંચ સિદ્દીક મરેડિયા ફરાર થઇ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ગૌચર બચાવવા માંગ કરવામાં આવી
ઉપલા અધિકારીઓની ભ્રષ્ટ નીતિના કારણે ઠેરઠેર ભુમાફિયાઓ દ્વારા ગૌચરની જમીનો હડપ કરવાની સાજીસ ચાલી રહી છે. જોકે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા તપાસના નાટક ભજવી પત્રમ પુષ્પમ કરી તપાસને અધ્ધર લટકાવતા હોવાના ગંભીર આક્ષેપ માહીના મહિલા સદસ્યના પતિ મફાભાઈ પલાણી એ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.