
ડીસાના બે મંદિરોની પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ
ડીસાના આસપાસના ગ્રામ્યવિસ્તારો અને રાજસ્થાનથી મોટાભાગના લોકો ખરીદી અને દવાખાના ના કામ અર્થે આવતાં લોકોને પિવાના પાણી માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. જેથી કેટલીક સંસ્થાઓ દ્વારા પાણીની પરબો પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ મોટા બે મંદિરોમાં જયાં દાતાઓએ લાખ્ખો રૂપિયા દાન આપીને આ પરબો બંધાવી છે.પરંતુ મંદિરના સંચાલકોની બેદરકારીના લીધે હાલ આ પાણીની પરબો બંધ હાલતમાં છે. ડીસા શહેરના હાઈવે પર આવેલ ગાયત્રી મંદિરની બહાર દાતાઓના સહયોગથી લાખ્ખો રૂપિયાના ખર્ચે શીત્તલ જળ ધારા પાણીની પરબ બનાવવામાં આવી હતી.
પરંતુ થોડા સમય આ પરબ ચાલુ રાખ્યા બાદ છેલ્લા ઘણાંય વર્ષોથી આ પરબ બંધ હાલતમાં છે. આ પરબમાં નળો પણ નથી તેની આગળ ગંદકી પણ જોવા મળી છે.જયારે બીજી વાત કરીએ તો શહેરના બસસ્ટેન્ડ સામે જલારામ મંદિર આવેલું છે.તેમાં પણ લાખ્ખોરૂપિયા ખર્ચ કરી સારી પરબ બનાવવામાં આવી હતી. પરંતુ તે પરબ પણ હાલ બંધ હાલતમાં છે.ગંદકીથી ખદબદી રહી છે.બન્ને મોટા મંદિરો શહેરના ગણવામાં આવે છે. જયારે આ પરબો બંધ હોવાને લીધે લોકોમાં પણ નારાજગી જોવા મળી છે. ત્યારે સંચાલકો દ્વારા આ પાણીની બન્ને પરબો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.