અમદાવાદથી નીકળેલો વ્યાસવાડી પગપાળા સંઘ 52 ગજની ધજા સાથે અંબાજી પહોંચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શકિતપીઠ દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે 23 સપ્ટેમ્બર થી ભાદરવી મહાકુંભ ની શરુઆત થનાર છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા 29 અલગ અલગ સમિતિઓ બનાવી છે જેમાં અંબાજી આવનાર માઇ ભક્તોને કોઈજ તકલીફ ન પડે. અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએ થી ભક્તો ધજા લઈને પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે શુક્રવારે અંબાજી ખાતે સાંજે અમદાવાદ વ્યાસવાડી નો સંઘ આવી પહોંચ્યો હતો.


છેલ્લા 30 વર્ષથી અમદાવાદ વ્યાસવાડી પગપાળા સંઘ અમદાવાદ થી પગપાળા સંઘ લઈને અંબાજી ખાતે આવે છે. પગપાળા સંઘ નીકળે તે અગાઊ ભક્તો 52 ગજની ધજાનુ પૂજન કરતા હોય છે ત્યારબાદ તેઓ અંબાજી તરફ બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે અંબાજી આવતા હોય છે.15 સપ્ટેમ્બરે સાંજે 5 વાગે ધજાનું પૂજન કરવામાં આવ્યું હતુ.16 સપ્ટેમ્બરે સંઘ વ્યાસવાડી ચાર રસ્તા અમદાવાદ થી અંબાજી તરફ઼ પ્રયાણ કર્યું હતુ. 22 સપ્ટેમ્બરે સાંજે આ સંઘ અંબાજી ખાતે આવી પહોંચ્યો હતો. સંઘમાં આવેલા ભક્તો માતાજીનુ સ્મરણ કરતા અને ગરબે રમતા જોવા મળ્યા.અંબાજી મંદિર ખાતે ભક્તો દુરદુરથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. ભાદરવી પૂનમના મહામેળામાં 52 ગજની ધજાનુ વિશેષ મહત્વ હોય છે. અંબાજી ખાતે વ્યાસવાડી પગપાળા સંઘ છેલ્લા 30 વર્ષ થી 52 ગજની ધજા લઈને વર્ષોથી અંબાજી ખાતે આવે છે. 22 સપ્ટેમ્બરે સાંજે અંબાજી આવેલા સંઘના ભકતો 24 સપ્ટેમ્બરે સવારે અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા ચઢાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.