પાલનપુરના એરોમા સર્કલ ટ્રાફિકની સમસ્યા સામેનો અવાજ બુલંદ બન્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરની ટ્રાફિકની ગંભીર સમસ્યા સામે પ્રજાના વધતા જતા આક્રોશને લઈને હવે રાજકીય સત્તાધીશો પણ રહી રહીને પ્રજાની પડખે આવતા પ્રજા નો અવાજ બુલંદ બન્યો છે.પાલનપુરમાં ટ્રાફિકની શિરદર્દ રૂપ સમસ્યાને લઈને પ્રજાએ ઉઠાવેલા અવાજને હવે રાજકીય અગ્રણીઓ પણ સમર્થન આપી રહ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આર.ડી.જાેશી, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, સાંસદ પરબત પટેલ, સિવિલ સોસાયટી સહિતની સંસ્થાઓ, નિસ્વાર્થ સેવા સંગઠન, ગુરુ કૃપા સેવા ટ્રસ્ટ સહિતના અગ્રણીઓ ટ્રાફિક સમસ્યાના હલ માટેની માંગણી કરી ચુક્યા છે. દરમિયાન, રાજ્યસભાના સાંસદ દિનેશ ભાઈ અનાવાડિયાએ પણ માર્ગ મકાન મંત્રીને પત્ર લખી સમસ્યાના નિરાકરણ ની માંગ કરી છે. તો વળી, ભાજપ અગ્રણી ગીરીશભાઈ જગાણિયા પણ મુખ્યમંત્રીને પત્ર લખી સમસ્યાના કાયમી હલની માંગણી કરી ચુક્યા છે. ત્યારે આજે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જાેશીએ પણ સ્થળ સ્થિતિનું જાત નિરીક્ષણ કરી જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી આ સમસ્યા નો સરળ અને સસ્તો ઉપાય સુચવ્યો છે. જે અંગે જિલ્લાના તમામ હોદ્દેદારોને એક સાથે સી.એમ.ને રજુઆત કરી ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલ લાવવાની માંગ કરી છે.

સિવિલ સોસાયટી દ્વારા માર્ગ મકાન મંત્રી સમક્ષ રાવ
પાલનપુરની ગંભીર ટ્રાફિક સમસ્યાને લઈને સિવિલ સોસાયટી સહિતની સંસ્થાઓ તેના કાયમી ઉકેલ ની માંગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લા ભાજપના હોદ્દેદારોને સાથે રાખી સિવિલ સોસાયટીએ ગાંધીનગર જઈ માર્ગ અને મકાન મંત્રી પુરણેશ મોદીને મળી રજુઆત કરી હતી. પાલનપુર શહેરમાં એરોમા સર્કલ અને હાઈવે ઉપર ટ્રાફીક સમસ્યા ગંભીર બનતા તેના કાયમી નિરાકરણ માટે સિવિલ સોસાયટીના અગ્રણી શૈલેષ ભાઈ જાેષીએ જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, સાંસદ પરબત ભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રભારી સુરેશભાઈ શાહ અને નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપના મહામંત્રી ડાહયા ભાઈ પીલીયાતર, દિલીપસિંહ ઠાકોર, કનુભાઈ વ્યાસ સાથેનું પ્રતિનિધિ મંડળ લઈ ગાંધીનગર ગયા હતા. જ્યા તેઓએ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીને પાલનપુર શહેરમાં ઓવરબ્રીજ બનાવવા માટે રૂા.૧૦૦/- કરોડ મંજુર કરાયેલ છે. પરંતુ તેનું એસ્ટીમેન્ટ ૧૩૯ કરોડ બનેલ હોવાથી તે દરખાસ્ત સરકારમાં રજૂ કરાયેલ છે. જે દરખાસ્ત ને મંજુર કરવાની માંગ કરાઈ હતી.આ ઉપરાંત એરોમા સર્કલ ઉપરના ટ્રાફીક ભારણને ધ્યાનમાં લઈ આગામી ૨૦ વર્ષીય આયોજનના ભાગ રૂપે પાલનપુર શહેરની પશ્ચિમ તરફ સોનગઢથી જગાણા સુધીના ૨૪ કી.મી. લંબાઇના બાયપાસને ફોરલેન ચાર માર્ગીય માટેની રૂા.૩૮૦ કરોડની વિગતવાર દરખાસ્ત પણ સરકારમાં રજુ કરાયેલ છે. તો આ બન્ને દરખાસ્તો ને સત્વરે મંજુર કરવા રજુઆત કરાઈ હોવાનું સિવિલ સોસાયટીના અગ્રણી શૈલેષભાઇ જાેશીએ જણાવ્યું હતું. આમ, સિવિલ સોસાયટી પાલનપુરની ટ્રાફિકની જટિલ સમસ્યાના ઉકેલ માટે પ્રયત્નશીલ બની છે. ત્યારે સરકાર સત્વરે પાલનપુરીઓની વ્યથા ધ્યાને લઈને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો અપાવે તેવી માંગણી જાેર પકડી રહી છે.

સમસ્યાના નિવારણ માટેના અસરકારક સૂચનો
* આબુરોડથી કંડલા જતા આવતા વાહનો ચિત્રાસણીથી વાયા વાઘરોલ થઈ ચંડીસર ડીસા
હાઇવેને રસ્તો મેળવી શકાય.
* વાઘરોળથી ભાખર, કાંટ થઈ ડીસા હાઇવેને રસ્તો મેળવી શકાય. આ રોડને પહોળો કરી બાયપાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય જેથી નવીન જમીન સંપાદન કરવાનો પ્રશ્ન ન રહે અને ઓછા ખર્ચમાં પણ આ કામ થઈ શકે.
* અમદાવાદ હાઈવે થી પાલનપુર શહેર તરફ ગોબરી તળાવ પાસેના રેલવે ફાટક ઉપર બની રહેલ પુલની કામગીરીમાં ઝડપ કરાવી પૂર્ણ કરી શકાય તો પાલનપુર શહેર માંથી અમદાવાદ આવવા જવાનો નવો માર્ગ ચાલુ થાય જેથી એરોમા સર્કલ તેમજ ડોક્ટર હાઉસ પાસેનો પુલનો ટ્રાફિક હળવો કરી શકાય.
* અંબાજીથી અમદાવાદ જતા આવતાં રસ્તાનો ટ્રાફિક જગાણા મુકામે નાનું સર્કલ બનાવી જગાણા ઉપર બનાવેલ પુલ ઉપર થઈ બનાસ ડેરી થઈ રતનપુર તરફ નો હયાત રસ્તો પહોળો કરી શકાય તો આ રસ્તાનો પણ બાયપાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય અને નવીન જમીન સંપાદન ન કરવી પડે.
* અમદાવાદ હાઇવે થી કાણોદર થઈ ટાકરવાડા થઈ ગઢ સાંમઢિ થઈ ધરપડા જુનાડીસા તરફ જતો હયાત રસ્તો પહોળો કરી ટ્રાફિકને હળવો કરી શકાય.
* આ હયાત તેમજ અન્ય હયાત રસ્તા ઓનો ઉપયોગ કરી રસ્તાઓની પહોળાઈ વધારી ઉપયોગમાં લેવાય તો બાયપાસ માટે નવીન જમીન સંપાદન કરવાનો ખર્ચ પણ ઘટે અને રસ્તાઓ બનાવવાનો ખર્ચ પણ ઘટે ખેડૂતોની મહામુલી જમીન પણ બચાવી શકાય.
* એરોમા સર્કલ ઉપર ઓવરબ્રિજ બનાવવા ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૧૦૦ કરોડ મંજુર થયેલ છે. પરંતુ ઓવરબ્રિજનું એસ્ટીમેન્ટ રૂપિયા ૧૪૦ કરોડ થાય છે. જેથી આ વધારાના નાણાં સરકાર ઝડપથી ફાળવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.