
ટ્રાવેલ્સની ટિકિટ એજન્ટ પાસે વ્યાજખોરે ૩૦ હજારના બદલે ૭૦ હજાર પડાવી લીધા !!
પાલનપુર વધુ એક વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. કમિશન પર ટ્રાવેલ્સ નું ટિકિટનું વેચાણ કરતા એક એજન્ટે દશ ટકા લેખે ડાયરી પર વ્યાજે નાણાં લીધા હતા. જેનો એક દિવસનો હપ્તો તે ન ભરી શકતા વ્યાજખોરે તેને ગડદાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુરમાં મહેશ્વરી હોલ પાસેની સોસાયટી રહેતા અને હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની કમિશન પર ટીકીટ નું વેચાણ કરતા ભરતકુમાર દિલીપભાઈ તોલાણી નામના ઇસમે કોરોનામાં પોતાનો ધંધો ભાગી પડતા તેને સગા સંબંધી પાસે થી લીધેલ રકમ પરતા કરવા માટે તમને વ્યાજેનાણાં ધીરતા પાલનપુરના અંબિકાનગર દેરાસર પાસે રહેતા ભાવેશ વર્ધિચંદ પરીખ નામના ઇસમ પાસે થી દશ ટકા વ્યાજ લેખે દૈનિક હપ્તા પટે ૩૦ હજાર લીધા હતા. જેની સામે તા.૨૪ -૧-૨૦૨૨ થી ૧૨-૧-૨૦૨૩ દરમિયાન ૭૦ હજાર રકમ જમા કરાવી છે. અને તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૩ ના એક દિવસનો હપ્તો ભરી ન શકતા વ્યાજખોરે આ એજન્ટને અપશબ્દો બોલી તેનો ધંધો બંધ કરાવી દેવા તેંમજ પતાવી દેવાની ધમકી આપી ગડદાપાટુનો માર મારતા આખરે ટીકીટ એજન્ટે વ્યાજખોરે સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.