પાલનપુર-આબુ હાઇવે પર ખાડામાં પડતાં ટ્રક પલટી
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદને લઈને ફરી એક વાર અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. જેમાં એક ટ્રક પલટી ગઇ હતી અમદાવાદ આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો અવરજવર માટે ભારે મુશ્કેલીઓ બેઠી રહ્યા છે. રાત્રિ દરમિયાન પડેલા વરસાદના પાણી ભરાતા હાઇવે ઉપર ખાડાઓ પડી જતા એક ટ્રકનું ટાયર ખાડમાં પડતાં ટ્રક પલટી મારી ગયો હતો. સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રક પલટી મારતા જ ટ્રકમાં રહેલો માલ સામાન પાણીમાં પલળી ગયો હતો.