
માઉન્ટ આબુના ઊંચા પર્વત ઉપર તિરંગો લહેરાવાયો
જનસેવા ગ્રૂપ પાલનપુર શહેરમાં સેવાના અનેક કાર્યો કરે છે.આ સાથે સાથે પર્યાવરણ, ટ્રેકિંગ, જીવદયા, જનસેવા, પક્ષી બચાવો અભિયાન, પાણીની પરબ, જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન જેવા અનેક સેવા કાર્યો જનસેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજરોજ માઉન્ટ આબુમાં ભેરુ તારક થી અનાદરા પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ સુધી ટ્રેકિંગ અને ત્યાંથી ંિર્ઙ્ઘ રોક પોઇન્ટ ઉપર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં માઉન્ટ આબુના ઊંચા પર્વતો ઉપર ગ્રુપના મિત્રો દ્વારા ભારત દેશનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અને વંદે માતરમ, ભારત માતાકી જય નારાનો જય ઘોષ કરવામાં આવ્યો હતો. ગ્રુપના મેમ્બર હંસાબેન હેમુભાઈ ચૌધરીએ આજે પોતાનો જન્મદિવસ પણ પરિવાર સાથે માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગ કરીને મનાવ્યો હતો. અને ગ્રુપના મિત્રોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અનાદરા પોઇન્ટ ૩,૫૪૪ ફીટની હાઈટ ધરાવે છે. ટ્રેકિંગ કરનાર સૌ મિત્રોને જનસેવા ગ્રુપ દ્વારા સુંદર સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટ્રેકિંગ કોચ અને ટ્રેનર જીતેન્દ્રકુમાર પરમાર દ્વારા ખૂબ જ સુંદર ઉત્કૃષ્ટ સેવાઓ આપવામાં આવી હતી. અને તેમના દ્વારા સૌ યુવાનોને ગાઈડ કરવામાં આવ્યા હતા. ટ્રેકિંગમા જોડાયેલા સૌ મિત્રોએ ખૂબ જ આનંદ કર્યો હતો. આજના ટ્રેકિંગમાં ધ્રુવ ચૌહાણ, જયેશભાઈ સોની, ધવલ જોશી, હિમાંશીબેન, ડો પ્રકાશભાઈ, નીતિનભાઈ, સંજયભાઈ, જીગ્નેશ ભાઈ, કમલેશભાઈ, હર્ષ ઠાકર, હિમાંશુભાઈ, ગૌરવભાઈ, ખનકબેન, અહેમદભાઈ હાડા, હેમુભાઈ ચૌધરી, હંસાબેન, જુલીબેન અને જીતુભાઈ કોચ સૌ મિત્રો સાથે મળીને ટ્રેકિંગ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.