
દાંતા પ્રાંત કચેરીમાં આદિવાસી લોકોએ આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો આદિવાસી બહુ સંખ્યક વસ્તી ધરાવતો વિસ્તાર છે. દાંતા તાલુકો એક પછાત તાલુકો પણ ગણાતો હોય છે. દાંતા તાલુકામાં વસવાટ કરતા મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીવાડી કરી પોતાનું અને પરિવારનું ગુજારન ચલાવે છે. આજે દાંતા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી લોકો અને આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને દાંતા ખાતે આવેલી પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દાંતા તાલુકાના આદિવાસી લોકોએ પ્રાંત કચેરી દાંતા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે દાંતા પ્રાંત અધિકારીને ચૈતર વસાવા પર ખોટા કેસ કર્યા છે અને સરકાર તે કેસ પાછો ખેંચે તેના સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો સાથે સાથે આદિવાસી આગેવાનોએ સરકારને ચીમકી આપતા કહ્યું હતું કે, અગર સરકાર ચૈતર વસાવા પર કરેલા ખોટા કેસો પાછા નહીં ખેંચે તો આગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધી ગાંધીજીના માર્ગે આંદોલન થશે તેવી ચીમકી ઉતારી હતી. તો સાથે સાથે સરકાર દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં મોટા મોટા પ્રોજેક્ટ લાવીને આદિવાસી ગરીબ લોકોને ઘર વિહોણા કરી અને તેમની રોજી રોટી છીનવાની કોશિશ કરી રહી છે તે તદ્દન ખોટું છે અને સરકાર ગરીબ આદિવાસી લોકો માટે અહીંત કરી રહી છે.