બનાસકાંઠામાં સંક્રમણ બન્યું બેકાબૂ, આજે નવા ૧૧ લોકો પોઝિટીવ જાહેર

બનાસકાંઠા
બનાસકાંઠા 106

બનાસકાંઠા જીલ્લામાં કોરોના કાબુ બહાર ગયો હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે કોરોનાના નવા ૧૧ દર્દીઓનો ઉમેરો થતાં કુલ આંક ૮૬૦ પહોંચ્યો છે. અનલોકમાં મળેલી છૂટછાટોને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોય તેમ કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે જીલ્લાના ત્રણ તાલુકામાં મળી નવા ૧૧ કેસ આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. આજે બપોરના સમયે જીલ્લામાં એકસાથે ૧૧ દર્દીઓનો ઉમેરો થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજે વાવ તાલુકાના ભાટવર ગામે ૦૩ અને વાવમાં ૦૧, દિયોદર તાલુકાના દેલવાડા-૧, મીઠી પાલડી-૧ અને દિયોદરમાં-૧, થરાદ તાલુકાના દેતાલ-૧ અને પાવડાસણ-૧, પાલનપુર તાલુકાના ચંડીસરમાં ૧ અને ધાનેરામાં ૧ મળી નવા ૧૧ દર્દીઓ પોઝિટીવ જાહેર થયા છે.

જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને કારણે વાહન વ્યવહાર બેફામ બનતાં અને જીલ્લામાં અપડાઉન વધતાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઇ રહ્યુ છે. આજે જીલ્લામાં નવા ૧૧ કેસ સામે આવતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના લોકો દર્દીના સંપર્કમાં આવ્યા છે કે નહી તે બાબતે ચિંતામાં મુકાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી કોવિડ ગાઇડલાઇન લગત તેમના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.