ડીસાના સોતમલા પાટીયા પાસે ગાય આડી આવતાં ટ્રેઇલર પલટ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા 17

ડીસા તાલુકાના સોતમલા ગામ નજીક વહેલી સવારે ડીસા તરફથી આર.જે. ૦૯.જી.સી. ૮૦૮૧ ટ્રેલર ભીલડી તરફ જઇ રહ્યું હતું તે દરમિયાન ગાય આડી આવતાં ટ્રેઇલર ડીવાયડર સાથે અથડતા પલટી ગયું હતું. જ્યારે કન્ટેનર હવામાં ફગોળાઇને રોડ વચ્ચે ખાબકયું હતું. જાેકે, આજુબાજુ કોઇ સાધન ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અને રોડ બ્લોક થઇ જતાં ટ્રાફિકની લાઇનો લાગી હતી. નેશનલ હાઇવે ઓથોરેટી દ્વારા બે ક્રેઈનની મદદથી ટ્રેઇલરને ખસેડીને ટ્રાફિકને રાબેતા મુજબ ચાલુ કરાયો હતો. આ ઘટનામાં ડ્રાઇવર, ક્લીનરને સામાન્ય ઇજાઓ પહોચી હતી જ્યારે ટ્રેઇલરને ભારે નુકશાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.