થરાદઃ ટ્રેલરની ટક્કરે ટ્રેક્ટર પલટી મારી ગયું, ચાલક ઇજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે આજે થરાદ-સાંચોર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બપોરના સમયે ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકો ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક ચર્ચાઓ મૂજબ ટ્રેલર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ટ્રેક્ટરને અડફેટે લીધુ હતુ. પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટર ચાલક વાવ તાલુકાના હોવાનું સામે આવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદ-સાંચોર હાઇવે પર આજે માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. આ હાઇવે પર દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આ તરફ આજે થરાદની જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેક્ટર સવારને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.