માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઈનસ 4.5 ડિગ્રીએ પહોંચ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે ગુરૂવારે તાપમાન ગગડીને માઈનસ 4.5 ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં ત્રણ દિવસથી સતત ઠંડી પડતા માઉન્ટ આબુમાં માઇનસ ડિગ્રીમાં તાપમાન ચાલી રહ્યું છે. જેના પગલે પાણીના કુંડ-ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. જોકે માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની અનેરો અહેસાસ માણી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સતત ચાર-પાંચ દિવસથી ગગડયો છે. જેમાં આજે ગુરૂવારે માઉન્ટ આબુમાં માઇનસ 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. તેમજ પાણીના કુંડા અને ગાડી ઉપર જેવા અનેક સ્થળો પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. સતત ચાર-પાંચ દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જનજીવન ઉપર પણ અસર પડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.