દિઓદર ખાતે જર્જરીત વીજપોલ દુર કરવાનો તંત્ર પાસે સમય નથી
(રખેવાળ ન્યૂઝ)દીઓદર, દિયોદરના થરા હાઈવે આવેલ ગાયત્રી નગર સોસાયટી મધ્યે એક થાંભલો જર્જરીત હાલતમાં ઉભો છે. જે એકદમ જર્જરીત હાલતમાં છે.જે ગમેત્યારે તુટીપડવાની સંભાવના રહેલી છે તેમજ તેની નજીકમાં વિજડીપી આવેલી છે જેના પર વિજપ્રવાહ ચાલુ છે.અને વીજપોલ તુટી ને ડીપી પડવાની શક્યતા હોઈ ભારે જાનહાની થવાની સંભાવના રહેલી છે.જે અંગે એક જાગૃત નાગરીક દ્વારા દીઓદર વિજતંત્ર ને આ વીજપોલ ને હટાવવા માટે અરજી આપેલી છે. છતાં પણ વિજતંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.તો આ જાેખમી થાંભાલા ને તાત્કાલીક હટાવાય તેવી આજુબાજુના રહીશો ની માંગ છે.