અમદાવાદ નો સંઘ 170 કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં 52 ગજ ની બે ધજાઓ લઈને પહોંચ્યા
નવાવર્ષ બાદ સૌપ્રથમ કાર્તકી પૂનમ ને ગણતરી ના દિવસ બાકી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર માં પદયાત્રીઓ નો ઘસારો વધી રહ્યો છે આજે વહેલી સવાર થીજ અંબાજી મંદિર માં ભક્તો ની ભારેભીડ જોવા મળી હતી એટલુંજ નહિ અને શ્રદ્ધાળુઓ નાનીમોટી અનેક ધજાઓ મંદિર ના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા હતા ત્યારે અમદાવાદ નો એક સંઘ 170 કિલોમીટર ની પદયાત્રા કરી 200 કલાક માં અંબાજી 52 ગજ ની બે ધજાઓ લઈને પહોંચ્યા હતા.
આ સંઘમાં 45 થી 50 જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા આજે અંબાજી મંદિર માં આ સંઘ દ્વારા ધજા ચઢાવવા માં આવી હતી અને પોતાની રાખેલી બાધા માનતા પૂર્ણ થતા સામુહિક રીતે અંબાજી મંદિરે ધજા લઈને દર્શને પહોંચ્યા હતા અંબાજી મંદિર પરિષર પણ બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું ને સમગ્ર મંદિર પરિષર યાત્રિકો થી ઉભરાયું હતું જોકે આ શ્રદ્ધાળુઓ એ જણાવ્યું હતું કે નવા વર્ષ ની શરૂઆત થયા બાદ આ કાર્તકી પૂનમે એટલે કે પૂનમ ના દર્શન કરી પોતાના નવા ધંધા અને પેઢી ના મુહૃત કરશે આમ તો લોકો એ મહત્તમ લાભપાંચમે વેપાર ધંધા ના મુહૃત કર્યા હતા પણ જે લોકો લાંબી ટુર માં હતા તેઓ આ પૂનમે શક્તિપીઠ માં દર્શન કરી પોતાના ધંધા રોજગાર શરુ કરશે