ભાભર માં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલ આંખ
ભાભર માં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલ આંખ પાલિકા એ દબાણ હટાવવા ની કામગીરી કરી શરૂ કરતા દબાણકારો માં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાભર એપી.એમ.સી ગેટ થી ગાય સર્કલ સુધી ના તમામ દબાણ હટાવવા તંત્ર લાગ્યું હતું કામે રસ્તા ના તમામ લારી ગલ્લા સેડ અને કાચા પાકા તમામ દબાણો પર તંત્ર આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાને
સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી રસ્તા પર ના તમામ દબાણ શરમ વિના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂક્યું છે. જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે. ભાભર માં અનેક જગ્યા એ દબાણ કારો એ કાયદા ની એસીતેસી કરી દબાણો જે અડચણ રૂપ સાબિત થતા હતા જે તમામ દબાણ પર બુલડોઝર ફેરવી દબાણ ખુલ્લા કરવામાં આવ્યા હતા.