પાલનપુરની ગ્રામ વિકાસ એજન્સી ના હોલમાં ભરતી પ્રક્રીયા હાથ ધરાઇ
બનાસકાંઠાની ટ્રાયબલ વિભાગની 07 વિદ્યા સહાયકની ભરતીમાં મોટા પ્રમાણ મા 875 ઉમેદવારોની અરજી આવી હતી. એક જ દિવસમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગ્રામ વિકાસ એજન્સીમાં ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઇ હતી. જેમાં મેરીટ જોવા માટે પણ ધક્કા મૂક્કી સર્જાઇ હતી.
અમીરગઢની ઝાંઝરવા આદિજાતિ આશ્રમશાળામાં બે વિદ્યા સહાયક અને એક આચાર્ય જ્યારે પાલનપુરના ચિત્રાસણી આશ્રમશાળામાં ત્રણ વિદ્યાસહાયક માટે ઉમેદવારોને બોલાવાયા હતા. જેમાં 875 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે આવતીકાલે પોરબંદર જિલ્લાની માલધારી આદિવાસી આશ્રમશાળા માટે ભરતી પ્રક્રિયા થશે. જેમાં ત્રણ વિદ્યા સહાયક અને ત્રણ શિક્ષક સહાયક મળી 6 જગ્યા માટે કુલ 372 અરજીઓ આવી છે.