
રાજસ્થાન પોલીસે કન્ટેનરમાં ભરી ગુજરાતમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો
રાજસ્થાનમાંથી ગુજરાતમાં લઈ જવાતો દારૂ રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે. રાજસ્થાન પોલીસની મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાનમાંથી એક મિનિ કન્ટેનરમાં દારૂ ભરીને રાજસ્થાન માવલ ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે જે આધારે રાજસ્થાન પોલીસે વોચ રાખી હતી. રાજસ્થાન તરફથી આવતા એક મીની કન્ટેનર પર પોલીસને શંકા જતા રોકાવી તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.ગુજરાતમાં એનકેન પ્રકારે બુટલેગરો દારૂ ઘૂસાડી રહ્યા છે. ગુજરાત પોલીસ તેમજ રાજસ્થાન પોલીસ અનેક વાર દારૂના જથ્થાને ઝડપી કડક કાર્યવાહી કરી રહ્યા છે. આ વચ્ચે રાજસ્થાન પોલીસને બાતમી મળેલી કે એક મીની કન્ટેનરમાં મોટા પ્રમાણમાં દારૂ ભરી રાજસ્થાન માવલ ચેકપોસ્ટ થઈને ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે.
જે આધારે પોલીસે માવલ ચેકપોસ્ટ ઉપર તપાસ હાથ ધરી હતી. પોલીસને રાજસ્થાન તરફથી આવતા મીની કન્ટેનર પર શંકા જતા તેને સાઈડમાં કરાવી તપાસ કરતા તેમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. રાજસ્થાન પોલીસે તેના ચાલક જસપિતસિંહ સુચાસિંહ રાજપુતને ઝડપી પાડ્યો હતો. પોલીસે મીની ટ્રકમાંથી કુલ મુદ્દામાલ કબજે કરી દારૂની કુલ 205 પેટીઓ જપ્ત કરી હતી. તેમજ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.