વડગામમાં પોલીસ દ્વારા ઝડપાયેલા ભારતીય બનાવટ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
૧૪ લાખ જેટલી કિંમતના દારૂની બોટલો ઉપર રોલર ફેરવાયું વડગામ પોલીસ દ્વારા ભારતીય બનાવટ વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીમાં ઝડપાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડનો દારૂ જેની કિંમત રૂપિયા ૧૪,૪૦,૯૭૪ ની કિંમત ના દારૂના જથ્થા ઉપર વડગામ મેમદપુર વચ્ચે આવેલા હેલીપેડ પાસે દારૂના જથ્થાનો વડગામ પી.આઇ.નિલેષ એમ રાઠોડ તેમજ પોલીસ સ્ટાફના જવાનો સાથે તમામ દારૂની બોટલો ઉપર રોલર ફેરવીને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.