મોટા કાપરા થી નાણી વરનોડા ગામને જોડતો પાકો રસ્તો તુટી ગયો | મોટા વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા
વરસાદને લઈ રસ્તાનુ ધોવાણ થયું સત્વરે રીપેરીંગ કામ કરવા ઉઠેલી માંગ: મોટા કાપરા થી વરનોડા અને નાણી ગામને જોડતો પાકો રોડ આજુબાજુના ગામ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ વરસાદના કારણે આ રસ્તા નું ધોવાણ થઇ તુટી જતા રસ્તાઓ પરથી મોટા વાહન ચાલકો ચાલી ન શકતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે થરાદ હાઇવે જોડતો આ શોર્ટ રસ્તા નો અનેક વાહનચાલકો ઉપયોગ કરતા હતા ત્યારે રસ્તો તુટી જતા વાહન ચાલકોને પણ ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.
જિલ્લામાં અનેક સ્થળો પર થયેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર રસ્તાઓ તૂટી જવા પામ્યા છે ત્યારે થરાદ હાઇવે પર આવેલા મોટા કાપરા ગામના પાટીયા થી અંતરિયાળ વિસ્તાર ગણાતા નાણી ગામ ને જોડતો ડામર રોડ બનાવે છે ત્યારે પાકો ડામર રોડ વરસાદ ના પાણી ને લઇ તુટી જતા વાહન વ્યવહાર બંધ થવા પામ્યું છે આજુબાજુના ગામ લોકોને અન્ય રસ્તા નો ઉપયોગ કરવો પડી રહ્યો છે ત્યારે આ રસ્તા નું સત્વરે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ ઉપરાંત નાણી થી ગોઢા ગામને જોડતો રસ્તો પણ અનેક જગ્યાએ સાઈડ માંથી ધોવાણ થયું છે ત્યારે તે રસ્તા માં પણ માટી કામ કરવામાં આવે તેવી માંગ છે.