અંબાજી બજારોમાં ગેરકાયદેસર અને નડતર રૂપ દબાણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમ નો મહામેળો ભરાનાર છે ત્યારે મેળા માં ઉમટી પડનાર લાખો પદયાત્રીઓ ને અંબાજી ના બજારો માં અવરજવર માટે કોઈ મુશ્કેલી ન પડે તેમજ સાથે મેળા દરમિયાન અધિકારીઓ ના વાહનો પણ અવરજવર કરતા હોય છે તેવા માં કોઈ હાલાકી ન પડે અને અકસ્માત જેવી ઘટના ન બને તેને લઇ તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી, અંબાજી ગ્રામ પંચાયત ના વહીવટદાર સહીત અન્ય અધિકારીઓ ને સાથે રાખીને અંબાજી ના બજારોમાં ગેરકાયદેસર અને નડતર રૂપ હોય તેવા દબાણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
જેમાં નાનામોટા લારી,ગલ્લાઓ,ઓટલાઓ પણ JCB દ્વારા દૂર કરાયા હતા જયારે પંચાયત કચેરી ની પાસેજ વર્ષો થી દબાણ માં બનાવેલું તોતિંગ પતરા ના બાંધકામ ને તોડી પડાયું હોવા નુ કંદર્પ પંડ્યા (તાલુકા વિકાસ અધિકારી) દાંતાએ જણાવ્યુ હતું આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકો ના પણ ટોળેટોળા ઉમટ્યા હતા.