ડીસા પાલિકા સંચાલિત એક માત્ર મહિલા ગાર્ડનની અવદશા

બનાસકાંઠા
બનાસકાંઠા 47

ડીસાના કોલેજ રોડ પર આવેલ નગર પાલિકા સંચાલિત એક માત્ર મહિલા ગાર્ડન પાલીકા તંત્રની સાર સંભાળના અભાવે બિસ્માર હાલતમાં જાેવા મળે છે.
ડીસા નગરપાલિકા દ્વારા ૨૦૧૪ મા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૪ મા જન્મ દિવસ નિમિત્તે શહેરમાં મહિલા ગાર્ડન અને બાળ ગાર્ડનનું
લોકાર્પણ કરવામા આવ્યુ હતુ તે સમયે ગાર્ડનને રંગબેરંગી ફૂલોના છોડો તેમજ બાળકોને રમતગમત માટે ના સાધનો સાથે સજ્જ સુંદર ગાર્ડન તે સમયના પ્રમુખના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ પરંતુ સમય જતા પાલીકા તંત્ર દ્વારા આ ગાર્ડનની સાર સંભાળ ના રખાતા આ ગાર્ડન બિસ્માર અને બદ હાલતમા ભાષી રહ્યો છે તેમજ રાત્રીના સમયે આ ગાર્ડનમા અસમાજીક તત્ત્વો દારૂની મહેફિલ પણ માણતા હોય છે તેવુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ ગાર્ડનના ઉદઘાટન સમયે મોટી મોટી વાતો કરનાર અને ભાષણો આપનાર રાજકીય નેતાઓ ખોવાઇ જતાં ડીસાની અંદર બાળકો અને મહિલાઓ માટે બનાવવામા આવેલ આ ગાર્ડન સોનેરી સપનું બની જશે કે શું ? નગર પાલિકાના સત્તાધીશો આ ગાર્ડનની રખવાળી કરવાનું ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે શહેરમાં ખૂણે ખૂણે બનાવેલા ગાર્ડન આજે નેસ્તેનાબૂદ થઇ રહ્યા છે. ત્યારે વિકાસની વાતો કરતા સત્તાધિશોને આ નજરે નહી ચડતુ હોય ? એવા પ્રશ્નો આજે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે સજાગ બની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની ભેટ સમાન આ ગાર્ડનની ફરીથી માવજત કરી રમણીય બનાવી બાળકો અને મહિલાઓને ભેટ આપે તેવી લોકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.